श्रीश्री बगलामुखी सर्वतन्त्रसाधना ज्योतिष

નવગ્રહ પરિચય

નવગ્રહ નો પરિચય
સૂર્ય
સૂર્ય (દેવનાગરી: सूर्य, સૂર્ય (sūrya)) મુખ્ય ગ્રહ છે, સૌર દેવતા, આદિત્યોમાંના એક, કશ્યપ અને તેમની એક પત્નીઓ અદિતીના પુત્ર, [૮]ના ઇન્દ્ર અથવા દ્યઉસ પિટર (જે વિવિધ સંસ્કરણો પર આધારિત). તેમના વાળ અને હાથ સોનાના છે. તેમનો રથ સાત ઘોડાઓ દ્વારા ખેંચવામાં આવે છે, જે સાત ચક્રોનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ રવિના રૂપમાં "રવિ વાર"ના સ્વામી છે.

હિંદુ ધાર્મિક સાહિત્યમાં, સૂર્યને વિશિષ્ટ રીતે ભગવાનના દ્રશ્ય સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યો છે, જેને રોજ જોઈ શકાય છે. વધુમાં શૈવપંથીઓ અને વૈષ્ણવો સૂર્યને અનુક્રમે શિવ અને વિષ્ણુના એક સ્વરૂપ તરીકે માને છે. દાખલા તરીકે, વૈષ્ણવો સૂર્યને સૂર્ય નારાયણ કહે છે. શૈવ શાસ્ત્રોમાં, સૂર્યને અષ્ટમૂર્તિ તરીકે ઓળખવામાં આવતા શિવના આઠ સ્વરૂપોમાંના એક કહેવામાં આવ્યા છે.

તે સત્વ ગુણના બનેલા છે અને આત્મા, રાજા, ઉચ્ચસ્થાને બેઠેલા વ્યક્તિ અથવા પિતાનું પ્રતિનિધિત્વ કરે છે.

હિંદુ પુરાણો અનુસાર, સૂર્યના પ્રસિદ્ધ સંતાનોમાં શનિ, યમ (મૃત્યુના દેવતા) અને કર્ણ (મહાભારતથી જાણીતો)નો સમાવેશ થાય છે.

ગાયત્રી મંત્ર અથવા આદિત્ય હૃદય મંત્ર (આદિત્યહૃદયમ્)નો જાપ કરવાથી સૂર્ય દેવતાને રીઝવી શકાય છે.

સૂર્ય સાથે સંકળાયેલું અનાજ છે આખા ઘઉં.

ચંદ્ર

ચંદ્ર (દેવનાગરી चंद्र) ચંદ્ર દેવતા છે. ચંદ્ર (moon)ને સોમ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેને વૈદિક ચંદ્ર દેવતા સોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને યુવા, સુંદર, ગોરા, બે-હાથવાળા અને તેમના હાથમાં દંડ અને કમળ હોય તે રીતે વર્ણન કરવામાં આવ્યા છે.[૯] તે (ચંદ્ર)દરરોજ રાત્રે દસ સફેદ ઘોડા અથવા હરણ દ્વારા ખેંચવામાં આવતા તેમના રથમાં સમગ્ર આકાશમાં ફરે છે. તેમને ઝાકળ સાથે જોડવામાં આવે છે અને તેવી રીતે તે ફળદ્રુપતાના એક દેવતા માનવામાં આવે છે. તેમને નિષાધિપતિ (નિશા=રાત્રિ; અધિપતિ=સ્વામી) અને ક્ષુપારક (જે રાત્રિને પ્રકાશિત કરનાર) તરીકે પણ ઓળખવામાં આવે છે.[૧૦] સોમ તરીકે તે સોમવાર ના સ્વામી છે. તે સત્વ ગુણ ધરાવે છે અને મન, રાણી અથવા માતાનું પ્રતિનિધિત્વ કરે છે.

મંગળ
મંગળ (દેવનાગરી: मंगल) લાલગ્રહ મંગળના સ્વામી છે. મંગળને સંસ્કૃતમાં અંગારક (જે કલરમાં રાતો છે) અથવા ભૌમા (ભૂમિનો પુત્ર) પણ કહેવામાં આવે છે. તે યુદ્ધના દેવતા છે અને બ્રહ્મચારી છે. તેમને પૃથ્વી અથવા ભૂમિ, પૃથ્વી દેવીના પુત્ર તરીકે માનવામાં આવે છે. તેઓ મેષ અને વૃશ્ચિક રાશિના સ્વામી અને મનોગત વિજ્ઞાન (રુચકા મહાપુરુષ યોગ)ના શિક્ષક છે. તેઓ તમસ ગુણ પ્રકૃતિ ધરાવે છે અને ઊર્જાગત ક્રિયાઓ, આત્મવિશ્વાસ અને અહમનું પ્રતિનિધિત્વ કરે છે.

તેમને લાલ રંગ અથવા આગ જ્વાળાના રંગમાં, ચાર-ભૂજાઓમાં ત્રિશૂળ, દંડ, કમળ અને ભાલો ધારણ કરેલા હોય તેમ ચિત્રણ કરવામાં આવે છે. તેમનું વાહન ઘેટું છે. તેઓ 'મંગળ-વાર'ના સ્વામી છે.[૧૦]

બુધ
બુધ (દેવનાગરી: बुध ) બુધ ગ્રહના અધિષ્ઠાતા દેવતા છે અને ચંદ્ર (ધ મૂન)અને તારા (તારકા)થી થયેલા પુત્ર છે. તેઓ ચીજવસ્તુઓના દેવતા અને વેપારીઓના રક્ષક છે. તેઓ રાજસ ગુણ ધરાવે છે અને સંવાદનું પ્રતિનિધિત્વ કરે છે.

તેઓ શાંત, કુશળ વક્તા અને કલરમાં લીલા રંગના છે. તેમને રામગઢ મંદિરમાં હાથમાં ખંજર, દંડ અને ઢાલ ધારણ કરીને એક પાંખવાળા સિંહની સવારી કરતા હોય તે રીતે દર્શાવવામાં આવ્યા છે. અન્ય ચિત્રકૃતિઓમાં તેમને હાથમાં રાજદંડ અને કમળ ધારણ કરીને કાલિન અથવા ગરુડ અથવા સિંહો દ્વારા ખેંચવામાં આવતા રથમાં સવાર થયેલા દર્શાવવામાં આવ્યા છે.[૧૧]

બુધ 'બુધ-વાર'ના સ્વામી છે. આધુનિક હિન્દી, તેલુગુ, બંગાળી, મરાઠી, કન્નડા અને ગુજરાતીમાં બુધવાર કહેવાય છે, જ્યારે તમિલ અને મલયાલમમાં બુધાન કહેવામાં આવે છે.

બૃહસ્પતિ
બૃહસ્પતિ (દેવનાગરી: बृहस्पति ) દેવોના ગુરુ છે, શીલ અને ધર્મના અવતાર છે, પ્રાર્થના અને બલિદાનો મુખ્યત્વે તેમને અર્પણ કરવામાં આવે છે, તેઓ દેવોના પુરોહિત તરીકેનું પ્રતિનિધિત્વ કરે છે જે દેવો સાથે મનુ્ષ્યો માટે મધ્યસ્થી કરે છે. તેઓ ગુરુ ગ્રહના સ્વામી છે. તેઓ સત્વ ગુણ ધરાવે છે અને જ્ઞાન તથા શિક્ષણનું પ્રતિનિધિત્વ કરે છે. મોટા ભાગના લોકો બૃહસ્પતિને "ગુરુ" તરીકે ઓળખાવે છે.

હિંદુ પુરાણો અનુસાર, તેઓ દેવોના ગુરુ છે અને દાનવોના ગુરુ શુક્રાચાર્યના કટ્ટર શત્રુ છે. તેઓ જ્ઞાન અને વાકચાતુર્યના દેવતા તરીકે ગુરુ તરીકે પણ જાણીતા છે, જેમની સાથે વિવિધ સાહિત્યિક કાર્યો જોડવામાં આવ્યા છે, જેમકે "નાસ્તિક" બાર્હસ્પત્યા સુત્ર

તેમનું તત્વ આકાશ અથવા વાતાવરણ છે, અને તેમની દિશા ઉત્તર-પૂર્વ છે. તેમને પીળા અથવા સોનેરી રંગના હાથમાં દંડ, કમળ અને માળા ધારણ કરેલા હોય તે રીતે વર્ણવવામાં આવ્યા છે. તેઓ 'ગુરુ-વાર' અથવા બૃહસ્પતિવાર અથવા ગુરુવારના સ્વામી છે.[૧૧]

શુક્ર
તેઓ શુક્રના ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે.

શુક્ર, સંસ્કૃતમાં "સ્પષ્ટ, શુદ્ધ" અથવા "ચમકીલું, સ્પષ્ટતા", ભૃગુ અને ઉશાનના પુત્રનું નામ છે, અને તેઓ દૈત્યોના શિક્ષક અને અસુરોના ગુરુ છે, તેમને શુક્રના ગ્રહ (વધારે સન્માનીય રીતે, शुक्राचार्य શુક્રાચાર્ય ) તરીકે ઓળખવામાં આવે છે. તેઓ 'શુક્ર-વાર' અથવા શુક્રવારના સ્વામી છે. તેઓ રાજસ પ્રકૃતિ ધરાવે છે અને સંપત્તિ, ધન અને પ્રજનનનું પ્રતિનિધિત્વ કરે છે.

તેઓ ગોરો વર્ણ ધરાવતા, મધ્યમ-વયના અને ભોળો ચહેરો ધરાવે છે. તેમને વિવિધ પ્રકારના પ્રાણીઓ પર આરોહણ કરતા દર્શાવાયા છે, જેમ કે ઊંટ અથવા ઘોડો અથવા મગર. તેઓ હાથમાં દંડ, માળા અને કમળ ધારણ કરેલા અને ક્યારેક ધનુષ્ય-બાણ ધારણ કરેલા દર્શાવાયા છે.[૧૨]

જ્યોતિષશાસ્ત્રમાં, શુક્ર દશા નામની દશા અથવા ગ્રહનો સમયગાળો છે, જે વ્યક્તિના જન્માક્ષરમાં 20 વર્ષ સુધી કાર્યરત રહે છે. જો વ્યક્તિના જન્માક્ષરમાં શુક્ર યોગ્ય સ્થાને હોવા ઉપરાંત જન્માક્ષરમાં શુક્ર મહત્વના લાભકર્તા ગ્રહ તરીકે હોય તો આ દશા વ્યક્તિને વધારે સંપત્તિ, નસીબ અને ભોગવિલાસ આપતી હોવાનું માનવામાં આવે છે.

શનિ
શનિ (દેવનાગરી: शनि, શનિ ) હિંદુ જ્યોતિષશાસ્ત્ર (વૈદિક જ્યોતિષ) અનુસાર મહત્વના નવ ખગોળીય ગ્રહોમાં સ્થાન ધરાવે છે. શનિ શનિગ્રહમાં રહેલા છે. શનિ શનિવારના સ્વામી છે. તેમનું તત્વ વાયુ અને દિશા પશ્ચિમ છે. ઓ તામસ પ્રકૃતિ ધરાવે છે અને કઠિન માર્ગીય શિક્ષણ, કારકિર્દી અને દીર્ઘાયુનું પ્રતિનિધિત્વ કરે છે.

શનિ (शनि) શબ્દનું મુળ નીચે મુજબ મળે છે: શનયે ક્રમતિ સ: (शनये क्रमति सः), અર્થાત જે ધીમેથી ગતિ કરે છે. શનિગ્રહને સૂર્યની પ્રદક્ષિણા કરતાં 30 વર્ષ લાગે છે, એટલે કે અન્ય ગ્રહોની સરખામણીએ તે ધીમે ગતિ કરે છે, આમ સંસ્કૃતમાં તેનું નામ શનિ (शनि) છે. શનિ હકીકતમાં અર્ધ-દેવતા છે અને સૂર્ય (હિંદુ સૂર્યદેવતા) અને તેમની પત્ની છાયાના પુત્ર છે. એવું માનવામાં આવે છે કે જ્યારે તેમણે બાળક તરીકે પ્રથમ વખત તેમની આંખો ખોલી ત્યારે સૂર્ય ગ્રહણમાં ચાલ્યા ગયા હતા, જે સ્પષ્ટરીતે જન્માક્ષરમાં શનિનો પ્રભાવ દર્શાવે છે.

તેમને કાળા રંગમાં, કાળા કપડામાં હાથમાં તલવાર, બાણ અને બે ખંજર સાથે અને વિવિધ રીતે કાળા કાગડા પર આરોહણ કરેલા દર્શાવવામાં આવ્યા છે. તેમને ઘણી વખત બદસુરત, ઘરડા, લંગડા અને લાંબા વાળ, દાંત અને નખ ધરાવતા હોય તે રીતે દર્શાવવામાં આવ્યા છે. તેઓ 'શનિ-વાર' અથવા શનિવારના સ્વામી છે.[૧૨]

રાહુ
રાહુ (દેવનાગરી: राहु ) એ ચઢતી/ઉત્તર ચંદ્ર વૃત્તાકારના દેવતા છે. રાહુ રાક્ષસી સાપના સ્વામી છે, જે હિંદુ પુરાણો અનુસાર સૂર્ય અથવા ચંદ્રને ગળી જાય છે જેના કારણે ગ્રહણ થાય છે. તેમને કલાજગતમાં એવા રાક્ષસ તરીકે દર્શાવવામાં આવ્યા છે જેનું શરીર નથી અને આઠ કાળા ઘોડાઓ દ્વારા ખેંચવામાં આવતા રથમાં સવાર છે. તેઓ તમસ અસુર છે જેમણે અરાજકતામાં વ્યક્તિના જીવનના કોઈ ભાગમાં તેનું નિયંત્રણ મેળવવા શ્રેષ્ઠ પ્રયત્નો કરે છે. રાહુ કાળ ને અશુભ માનવામાં આવે છે.

દંતકથા અનુસાર, સમુદ્ર મંથન દરમિયાન, અસુર રાહુએ થોડું દિવ્ય અમૃત પીધું હતું. પરંતુ અમૃત તેના ગળાની નીચે ઉતરે તે પહેલાં, મોહિની (વિષ્ણુના સ્ત્રી અવતાર)એ તેમનું માથુ કાપી નાંખ્યું. જો કે માથું અમર રહ્યું અને તેને રાહુ કહે છે, જ્યારે બાકીનું શરીર કેતુ બન્યું. એવું પણ માનવામાં આવે છે કે અમર માથું પ્રસંગોપાત સૂર્ય અને ચંદ્રને ગળી જાય છે જેના કારણે ગ્રહણ થાય છે. પછી સૂર્ય અથવા ચંદ્ર ગળામાંથી પસાર થાય છે, જેના કારણે ગ્રહણ પુરું થાય છે.

કેતુ
(mythology)
કેતુ (દેવનાગરી: केतु) ઉતરતા/દક્ષિણ ચંદ્ર વૃત્તાકાર સ્વામી છે. કેતુનો ઉલ્લેખ સામાન્ય રીતે "છાયા" ગ્રહ તરીકે કરવામાં આવે છે. તેને રાક્ષસી સાપની પૂંછડી માનવામાં આવે છે. માનવોની જિંદગી અને સમગ્ર સર્જન પર તેની ખૂબ જ અસર હોવાનું માનવામાં આવે છે. કેટલાક ખાસ સંજોગોમાં તે કેટલાક લોકોને પ્રસિદ્ધિની ટોચ પર પહોંચવામાં મદદ કરે છે. તેમની પ્રકૃતિ તામસ છે અને તે આધિભૌતિક અસરોનું પ્રતિનિધિત્વ કરે છે.

જ્યોતિષશાસ્ત્રની રીતે, કેતુ અને રાહુ સૂર્ય અને ચંદ્રના આકાશી ક્ષેત્ર માર્ગના પ્રતિચ્છેદન બિંદુ દર્શાવે છે કારણ કે તે અવકાશી પથમાં ગતિ કરે છે. તેથી રાહુ અને કેતુને અનુક્રમે ઉત્તર અને દક્ષિણ ચંદ્ર વૃત્તાકાર કહેવામાં આવે છે. હકીકતમાં જ્યારે સૂર્ય અને ચંદ્ર આમાંથી એક બિંદુ પર પહોંચે ત્યારે ગ્રહણ થાય છે જેણે સૂર્ય અને ચંદ્રને ગણી જવાતા હોવાની વાર્તાને જન્મ આપ્યો છે.
શ્રીશ્રી બગલામુખી સર્વતંત્રસાધના જ્યોતિષ
9328211011

Pay By

You can pay online using Paytm and PayUMoney.

Paytm Payment 93282 11011

  Paytm Payment   PayUmoney